Connect Gujarat
ગુજરાત

આણંદ : સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ, SOGએ રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, ફરજમાં નિષ્ફળતા દાખવતાં PI સસ્પેન્ડ

તારાપુર પોલીસ મથકના પીઆઇને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ રેન્જ આઈજીપી દ્વારા સસ્પેન્ડ દાખવવામાં આવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી છે.

X

આણંદ જિલ્લાના તારાપુર પોલીસ મથકના પીઆઇને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ રેન્જ આઈજીપી દ્વારા સસ્પેન્ડ દાખવવામાં આવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી છે. આણંદ એસઓજીએ બાતમીના આધારે ગત તા. 2જી ફેબ્રુઆરીની વહેલી સવારે તારાપુરના વટામણ તરફ જવાના રોડ પર મહિયારી ગામની સીમમાં આવેલા પડતર ખેતરમાં દરોડો પાડ્યો હતો, જ્યાં રહેલા ટ્રકમાંથી સળીયા કાઢી લેવાના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં 6 શખ્સની ધરપકડ કરી, 6 ટ્રક, સળીયા સહિત કુલ રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનો શોધવામાં સ્થાનિક પોલીસની નિષ્ફળતાએ તારાપુર પીઆઈનો ભોગ લઈ લીધો છે. તારાપુર પીઆઈ વિજયદાન ચારણને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લા પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. જોકે, ઉચ્ચઅધિકારીનો આ અણધાર્યા નિર્ણયે પોલીસ બેડામાં ફરજ પર બેદરકારી અને નિષ્કાળજી દાખવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ધાક જમાવી છે.

Next Story