/connect-gujarat/media/post_banners/3b80903144ca0bd3e89a54729006a4d95858804f38df99a776c5a1e76ad78638.jpg)
આણંદ જિલ્લાના ગંભીરા-ભાદરણ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, આણંદ નજીકથી પસાર થતાં ગંભીરા-ભાદરણ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું. બ્યુટાડીન નામના રંગહીન ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતાં લોકોમાં નાસભાગ મચી હતી. તો બીજી તરફ, ટેન્કર પલટતા તેમાંથી ગેસ ગળતર પણ થયું હતું. જેના કારણે પોલીસે ભાદરણ-ગંભીરા હાઇવેને વાહન વ્યવહાર માટે બંધ કરાવ્યો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ ફાયર ફાઇટરોએએ ટેન્કરમાંથી થતાં ગેસ લિકેજને કાબુમાં લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.