Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારના બાગાયત વિભાગની "છુટા ફૂલ યોજના"નો આણંદના ધરતીપુત્રને મળ્યો લાભ...

સમગ્ર રાજ્યમાં અનુસૂચિત જાતિના ખેડૂતોને સહાય મારે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે,

X

સમગ્ર રાજ્યમાં અનુસૂચિત જાતિના ખેડૂતોને સહાય મારે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે, ત્યારે આણંદ જિલ્લાના રાહતલાવ ગામના ખેડૂત માના રોહિતને રાજ્ય સરકારની વિશેષ યોજનાનો લાભ મળ્યો છે, જેમાં બાગાયત વિભાગની છૂટા ફૂલ યોજના હેઠળ ખેડૂતે 50 ગુંઠામાં ગલગોટાની ખેતી કરી હતી. પણ આ વર્ષે ફૂલોના ભાવ ઓછા મળ્યા છે, ત્યારે ખેડૂત માના રોહિતને સરકાર તરફથી કુલ 12,480 રૂપિયાની મળેલી સબસીડીથી આર્થિક ટેકો મળ્યો છે. આણંદ જિલ્લામાં 293 ખેડૂતોને 2 વર્ષમાં રૂ. 30 લાખથી વધુની સહાય મળી છે. તો કેન્દ્ર સરકાર દ્વારા હેક્ટર દીઠ ખેડૂતોને વાવેતર ખર્ચના 40 ટકા મહત્તમ મર્યાદા હેઠળ 16 હજારની સહાય પ્રાપ્ત થઇ છે. રાજ્ય સરકાર દ્વારા હેક્ટર દીઠ વાવેતર ખર્ચના 25 ટકા લેખે સહાય મળવા પત્ર થઇ છે

Next Story