અંકલેશ્વર: બોરીદરાના દંપતીને ભરૂચમાં અકસ્માત નડતાં દંપતી ખંડિત

સમાચાર : ગુજરાત : ભરૂચની એબીસી સર્કલ નજીક એક ડમ્પર ચાલકે મોપેડ ચાલકને અડફેટમાં લેતાં મોપેડ પાછળ સવાર એક મહિલા માર્ગ પર પટકાતા ડમ્પરના ટાયરો ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આધેડ અને બાળકનો બચાવ થયો હતો

New Update
અંકલેશ્વર

ભરૂચની એબીસી સર્કલ નજીક એક ડમ્પર ચાલકે મોપેડ ચાલકને અડફેટમાં લેતાં મોપેડ પાછળ સવાર એક મહિલા માર્ગ પર પટકાતા ડમ્પરના ટાયરો ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આધેડ અને બાળકનો બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં સી ડીવીઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

ભરૂચમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આજ રોજ સાંજના સમયે અંકલેશ્વર તાલુકા બોરીદરાના પ્રતાબ કાલીદાસભાઈ વસાવા વરેડિયા ખાતે રહેતી પોતાની પુત્રીના ઘરે ગયેલી પત્ની સવિતા પ્રતાબભાઈ વસાવાને મોપેડ લઈને આવ્યા હતા.તેઓએ મોપેડ પર પત્ની સવિતા અને પૌત્ર પ્રિયાંકને લઈને અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા.આ સમયે એબીસી ચોકડી નજીક ટીમ કંપની પાસે પહોચતા પાછળ માટેલા સાંઢની જેમ આવેલા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ સમયે આધેડની પાછળ બેઠેલા એક મહિલા રોડ તરફ માર્ગ પર પડતા ડમ્પરના તોતીંગ ટાયરો તેના ઉપર ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે મોપેડ પર સવાર આધેડ અને તેમની સાથે રહેલો બાળક પણ માર્ગ પર પટકાતા તેમને પણ શરીરે સમાન્ય ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગેની જાણ થતાં સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.આ મામલે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. 

Latest Stories