/connect-gujarat/media/post_banners/b0b74ea62a6734152e385aabaaa8195a495545b03b5d7afe3f648e821f11b40b.jpg)
અટલ સ્મૃતિ દિવસ નિમિત્તે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન
જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે યોજાય ટુર્નામેન્ટ
કબડ્ડી ટુર્નામેન્ટમાં 24 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો
સમગ્ર ભારત આજે તા. 25 ડિસેમ્બરના દિવસની અટલ સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અટલ સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગુજરાત રાજ્ય ઉપક્રમે યોજાયેલ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની 4 મહિલા ટીમ સહીત કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી 16 ઓપન કેટેગરી, 4 જુનિયર અને 4 મહિલા ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, ઉપપ્રમુખ તૃપ્તિ જાની, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.