Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : નગરપાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભા મળી, સર્વાનુમતે 34 કામો મંજૂર કરાયા...

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગર પાલિકાનાસભાખંડ ખાતે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં 34 જેટલા કામો મુકવામાં આવ્યા હતા.

X

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગર પાલિકાનાસભાખંડ ખાતે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં 34 જેટલા કામો મુકવામાં આવ્યા હતા. જે પૈકી વિપક્ષી સભ્યોના વિરોધ વચ્ચે આ તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સામાન્ય સભા દરમ્યાન મુકવામાં આવેલા કામો જેવા કે, નવ નિર્મિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં માળખાકિય સુવિધાઓ, આરોગ્યના સાધનો સહિત ઇલેક્ટ્રીક વિભાગના વાર્ષિક કોન્ટ્રાક્ટ ઉપરાંત ફિલ્ટ્રેશન પોન્ડમાં સાફ-સફાઈનો ઈજારો સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી. વિપક્ષે સત્તા પક્ષનો વિરોધ કરતા એવા આક્ષેપો કર્યા હતા કે, કામ થઈ જાય બાદમાં કામની મંજૂરી માટેનો ઠરાવ બોર્ડ મિટિંગમાં બહાલી માટે મુકવામાં આવે છે, અને મનસ્વી રીતે બિલ મુકાય છે.

વધુમાં વિપક્ષી નેતા જહાંગીરખાન પઠાણે સુકાવલીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની તીખી પ્રતિક્રિયા આપી સુકાવલીના કચરાને અડોલ-હજાત રોડ ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે, જે જાહેર આરોગ્ય માટે ખતરા સમાન હોવાનું જણાવ્યુ હતું.

Next Story