Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: યુવાનને લોન લેવાની લાલચે ગુમાવ્યા રૂ.20 હજાર,જુઓ કેવી રીતે થઈ છેતરપિંડી

ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ, યુવાને લોન આપવાના બહાને છેતરપિંડી કરી

X

અંકલેશ્વર શહેરના સામાન્ય ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા યુવાન સાથે લોન ના નામે 20 હજાર રૂપિયાની ઠગાઈ થઈ...

અંકલેશ્વરમાં યુવાને લોન આપવાના બહાને 20,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની અરજી શહેર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. અંકલેશ્વરના સર્વોદય નગર ખાતે રહેતા આરીફ રાઠોડ ડ્રાઇવિંગ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે પૈસાની જરૂરિયાત પડતા પત્નીના નામે લોન માટે તેને મહાવીર ટર્નિંગ પર આવેલ મહેન્દ્ર ગોહિલનો સંપર્ક કર્યો હતો. મહેન્દ્ર ગોહિલે આરીફને એક જ મહિનામાં લોન અપાવી દેશે તેવી વિશ્વાસ અપાવ્યો હતો.

લોન પાસ કરાવવા માટે મહેન્દ્રએ આરીફ પાસેથી 20 હજાર રૂપિયા લીધા હતા. 20,000 રૂપિયા લીધા બાદ પણ લોન નહીં મળતા આ રીતે 20,000 રૂપિયા પાછા માંગ્યા હતા. રૂપિયા પરત આપવામાં મહેન્દ્ર ગોહિલએ ગલ્લા કલ્લા શરૂ કરી દીધા હતા. આખરે આરીફે અંકલેશ્વર શહેર પોલીસ મથકે મહેન્દ્ર ગોહિલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની અરજી આપી હતી.

Next Story