/connect-gujarat/media/post_banners/58d36066fa4b8ac03869902ba5735528b62fe42cdda44cbdb85cdc82fb8d5419.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની GIDCમાં આવેલ બેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં કન્સ્ટ્રક્શનની કામગીરી દરમ્યાન એક યુવાન કચરાના ઢગલામાં દબાઈ જતાં અફરાતફરી મચી હતી.
મૂળ બિહારનો અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા શોપિંગની બાજુમાં રહેતો 18 વર્ષીય યુવાન આઝાદ અન્સારી કંપનીમાં જેસીબી મશીનથી કચરાનો ઢગલો હટાવવાની કામગીરી ચાલતી હતી, તે દરમ્યાન કચરાનો ઢગલો અચાનક ધસી પડ્યો હતો. જેના કારણે આઝાદ અન્સારી કચરાના ઢગલા નીચે દબાઈ ગયો હતો. બનાવના પગલે કંપની સત્તાધીશોએ આઝાદ અન્સારીને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન હાજર તબીબોએ આઝાદ અન્સારીને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આઝાદ અન્સારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે. મૃતક આઝાદ અન્સારીના પરિવારે પોતાને યોગ્ય ન્યાય અને વળતર મળે તેવી માંગ કરી છે.