Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: GIDC વિસ્તારમાં રસ્તે રખડતા પશુના માલિકો સામે થશે કાર્યવાહી, તંત્ર દ્વારા અભિયાન શરૂ કરાશે

ભરૂચ-અંકલેશ્વર નગર પાલિકા બાદ અંકલેશ્વર નોટિફાઇડ ઓથોરીટી અને ઉદ્યોગ મંડળ દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવા અભિયાન શરૂ કરશે

X

ભરૂચ-અંકલેશ્વર નગર પાલિકા બાદ અંકલેશ્વર નોટિફાઇડ ઓથોરીટી અને ઉદ્યોગ મંડળ દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવા અભિયાન હાથ ધરવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં રખડતા પશુ પકડવા ટકોર કરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચ-અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રઝળતા પશુ પકડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના રહેણાંક વિસ્તારોના માર્ગો ઉપર અડીંગો જમાવી અકસ્માત નોતરે તે રીતે માર્ગ ઉપર રખડતા પશુઓને પકડવા માટે નોટિફાઇડ ઓથોરીટી અને ઉદ્યોગ મંડળ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવશે જેને લઇ એ.આઈ.એ.પ્રમુખ જશુ ચૌધરી અને મુખ્ય અધિકારી દ્વારા પશુ પાલકોને નોટીસ પાઠવવામાં આવી છે

આવનાર અઠવાડીયામાં ભરૂચ નગર પાલિકાની પશુ પકડતી એજન્સી સાથે જી.આઈ.ડી.સી.વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર રઝળતા પશુ પકડવા અભિયાન હાથ ધરવામાં આવશે જેને પગલે પશુઓને છુટા મૂકી દેતા પશુ પાલકોને તેઓની જગ્યા પર જ પશુ રાખવા અપીલ કરી છે અને જો પશુઓ રઝળતા મુકેલા દેખાશે તો પશુ પાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

Next Story