/connect-gujarat/media/post_banners/7963a3d00983b1ca80a09a60d574a9090a243391a1712ed0134dffcac7ee2487.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી CID ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે વેચાણ થતાં બાયોડીઝલના જથ્થા સહિત રૂપિયા 15.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પરના એક બાયોડીઝલ પંપ ખાતે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાની ગાંધીનગર CID ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે CID ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગત બુધવારના રોજ સાંજના સમયે સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
જ્યાં CID ક્રાઇમ બ્રાન્ચને GJ-12-YY-6166 નંબરના ટેન્કરમાંથી 8,000 લીટર જેટલા બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે રૂપિયા 5.50 લાખથી વધુના બાયોડીઝલનો જથ્થો તેમજ ટેન્કરની કિંમત રૂપિયા 10 લાખ સહિતનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અંકલેશ્વરના મામલતદાર એચ.જી.બેલડિયા દ્વારા બાયોડીઝલ પંપના ફરાર માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.