/connect-gujarat/media/post_banners/e59cf367ab5641831f13c93043b3fafbad7218699918cd77eee4e9b3fd7f0b7f.jpg)
અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે બુલડોઝર ફેરવી ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરના અમરતપુરા ગામમાંથી દેશી દારૂ જિલ્લાના ઘણા વિસ્તારીમાં સપ્લાય થતો હોવાની માહિતીના આધારે ભરૂચ પોલીસે ટિમો બનાવાઈ શુક્રવારે રાતે ગામની સીમમાં દરોડા પડ્યા હતા. ગામમાંથી પસાર થતી નદીના કિનારે મોટી સંખ્યામાં દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. બુટલેગરો એ હદે બિન્દાસ્ત બન્યા હતા કે દારૂ માટે કાયમી સ્ટ્રક્ચર પણ તૈયાર કરાયા હતા. અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ અને દારૂ કાઢવા માટે પાઇપલાઈન ફિટ કરવામાં આવી હતી.
દારૂ બનાવવના આ નેટવર્કને ઝડપી પડાય હતા ફરી બુટલેગરો સક્રિય ન થાય તે માટે ઓપરેશન ડિમોલિશન શરૂ કરાયું છે.અંકલેશ્વર શહેર પોલીસે અમરતપુરા ગામની સીમમાંજેસીબી મશીન દ્વારા ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વિક્રમ રબારીની રાહબરી હેઠળ અમરતપુરા ગામની સીમમાં આવેલ દારૂની ભઠ્ઠીઓ ,તે માટેના અન્ય સ્ટ્રક્ચરો અને ભઠ્ઠીઓ સુધી પહોંચવા બુટલેગરો દ્વારા બનાવાયેલ રસ્તા તોડી પાડવામાં આવી રહ્યા છે.