Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર:રાજપીપળા ચોકડી નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકની ઘટના, બેન્ક ઓફ બરોડાના ATM સેન્ટરને તસ્કરોએ બનાવ્યું નિશાન

X

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ એફ.એમ અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં સ્થિત બી.ઓ.બીના બે એટીએમ મશીનની ડિસ્પ્લે અને એકના કેસનો દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે એફ.એમ અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં બેંક ઓફ બરોડાનું એટીએમ સેન્ટર આવેલ છે જે બે એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા તસ્કરો ગત રોજ બંને એટીએમ સેન્ટરમાં પ્રવેશ કર્યો હતો અને એટીએમની ડિસ્પ્લે તોડી નુકશાન કર્યું હતું જયારે અન્ય એટીએમના કેસનો દરવાજો તોડી તેમાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે કેસ નહી નીકળતા તસ્કરો પરત ફરવા મજબુર બન્યા હતા

આ અંગે આઈટી ડીપાર્ટમેન્ટના અધિકારીને આ બંને એટીએમના સર્વર ડાઉન હોવાનું ધ્યાન પર આવતા તેઓએ મીરાનગર બી.ઓ.બી.બ્રાંચના મેનેજર મોનિકા સોનીને જાણ કરતા તેઓ અને અન્ય અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ત્યાં જોતા બંને એટીએમના ડિસ્પ્લેના કાંચ તોડી નુકશાન કરવા સાથે બીજા એટીએમના કેસનો દરવાજો તોડી અંદર રહેલ કેસની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાતા તેઓએ ચોરીના પ્રયાસ અને નુકશાન અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Next Story