અંકલેશ્વર : જીઆઇડીસીમાં એક મકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી જોઈ પરત ફર્યા

જીઆઇડીસીમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા, મકાનમાં સીસીટીવી જોતા તસ્કરો પરત ફર્યા.

New Update
અંકલેશ્વર : જીઆઇડીસીમાં એક મકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી જોઈ પરત ફર્યા

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વહેલી સવારે મધુરમ બંગલોઝ ખાતે એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જોકે, મકાનમાં લાગેલા સીસીટીવી જોતાજ તસ્કરો પરત ફર્યા હતા.

Advertisment

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી મધુરમ બંગ્લોઝ ખાતે રહેતા અતુલભાઈ મનસુખ તન્ના સવારે 5 વાગ્યે પોતાના ઘરેથી પત્ની સાથે દુકાન પર જવા નીકળ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને મોટર બાઈક પર આવેલ 3 તસ્કરો તેમના મકાનના મેઈન ગેટ ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરના ગેલેરી પેસેજ પર પહોંચતા તસ્કરો સીસીટીવી જોતા થોડીવાર ઊભા રહ્યા હતા અને ત્યારબાદ ત્વરિત વાળાનો દરવાજો ખોલી નીકળી ગયા હતા. દરમિયાન સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં અતુલભાઈ તન્નાએ પોતાના મોબાઈલ પર જોયું અને ઘર તરફ પરત આવ્યા હતા. ઘરમાં તપસ કરતા અંદર ચોરી ના થઇ હોવાનું બહાર આવ્યું હતું.

મહત્વનુ છે કે, છેલ્લા કેટલાક સમયથી વધતી ચોરીની ઘટનાને પગલે જીઆઇડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તે જરૂરી બન્યું છે.

Advertisment