Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: પત્નીના આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનની કરી ઘાતકી હત્યા, સાળાએ પણ આપ્યો સાથ

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના યુવાનની આડાસંબંધના વહેમમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

X

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના યુવાનની આડાસંબંધના વહેમમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પતિએ પત્નીના આડાસંબંધના વહેમમાં યુવાનની ઘાતકી હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના મંદિર ફળિયામાં રહેતી સુમનબેન અમરસિંગ વસાવાનો પુત્ર જીગર વસાવાના ગામમાં જ રહેતી સોનાબેન વસાવા સાથે પ્રેમ લગ્ન થયા છે ગત ડિસેમ્બર માસમાં તેઓના બાજુમાં રહેતા મોટા નણંદ વિનુબેન વસાવાના પુત્ર રાકેશની પત્ની ચંદાબેન સાથે જીગર વસાવાને પ્રેમ સંબંધ હોવાની જાણ રાકેશને થતા તેણે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને હું તેને જોઈ લઇશ તેવી રાકેશ વસાવાએ ધમકી આપી હતી આ અંગેની જાણ રાકેશના સાળા રાકેશ ઉર્ફે ટોની વિનોદ વસાવાને થતા તેને યુવાનને મારમાર્યો હતો ત્યારબાદ બંને પક્ષના સગા સંબંધીઓની હાજરીમાં સમાધાન થયું હતું જે બાદ અવારનવાર નવાર મહિલાના પતિ અને સાળા દ્વારા આડા સંબંધનો વહેલ રાખી જીગર વસાવા સાથે બોલાચાલી કરતા હતા ગત તારીખ-૧૬મી ઓકટોબરના રોજ જીગર તેના ઘરે હતો તે વેળા તેના ફોન પર કોઈનો ફોન આવ્યો હતો જે જોર જોરથી વાત કરતો હતો અને ઘરે થોડી વારમાં આવું છું કહી નીકળ્યો હતો જે બાદ ગતરોજ સાંજના સમયે ઉમરવાડા ગામની સીમમાંથી હત્યા કરાયેલ તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો

બનાવ અંગેની જાણ પાનોલી પોલીસ મથકે થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.હત્યા અંગે મૃતકના માતા સુમનબેન વસાવાએ રાકેશ વસાવા અને તેના સાળાને જ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.અત્રે ઉલ્લેખની છે કે હત્યારાઓએ યુવાનના ગળા અને ગુપ્તાંગ ઉપર તીક્ષ્ણ ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story