અંકલેશ્વર : માત્ર 1 મિનિટમાં જ લબરમૂછિયો રોકડ ભરેલું પાકીટ ઉઠાવી ગયો, પણ CCTVમાં કેદ થશે તે નહોતી ખબર
ત્રણ રસ્તા નજીક દુકાનમાંથી લબરમૂછિયાનો હાથફેરો, કાઉન્ટર પર મુકેલા પાકીટની ઉઠાંતરી કરી થયો ફરાર
BY Connect Gujarat6 Aug 2022 1:14 PM GMT
X
Connect Gujarat6 Aug 2022 1:14 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા ખાતે બ્રિજનગર નજીકની દુકાનમાંથી એક લબરમૂછિયાએ હાથફેરો કર્યો હોવાની ઘટનાને સામે આવી છે. રાધે પ્લાસ્ટિકમાં લબરમૂછિયાએ દુકાનના કાઉન્ટર પર મુકેલા અને રોકડ ભરેલા પાકીટની ઉઠાંતરી કરી હતી. જે બાદ પોતાનું પાકીટ નહીં મળતા દુકાન અંદર લાગેલા CCTV ફૂટેજ તપાસી દ્રશ્ય જોતાં જ દુકાન માલિકના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક લબરમૂછિયો કેવી રીતે નજર જમાવીને પૈસા ભરેલા પાકીટ પર તરાપ મારે છે. માત્ર એક મિનિટના સમયગાળામાં જ લબરમૂછિયો દુકાનમાંથી પાકીટ લઈને ફરાર થઈ જાય છે. સમગ્ર મામલે દુકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી, ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Story