/connect-gujarat/media/post_banners/a0b1c0167872ef564f637d6ba9fd0529128d581fc52e8051d8b6e8ed6c70846f.jpg)
ભરૂચ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ સંજયનગર સોસાયટીના મકાનમાંથી લાખોના મત્તાની ચોરીની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલી સંજયનગર સોસાયટીમાં મહંમદ અરમાન નામના ઘર માલિક પોતાના મકાનને તાળું મારી કામ અર્થે બહાર ગયા હતા, ત્યારે રાત્રિ દરમ્યાન તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જેમાં રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાં પર તસ્કરો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક મહંમદ અરમાને જણાવ્યુ હતું કે, તેઓએ બહેનના લગ્ન માટે રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના ભેગા કર્યા હતા, ત્યારે તસ્કરોએ મકાનમાં હાથફેરો કરતા પરીવારના માથે આભ ફાટી પડ્યું છે. સમગ્ર મામલે પરિવારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.