અંકલેશ્વર : વિશ્વ સંગીત દિવસ નિમિત્તે JCI દ્વારા સંગીત સંધ્યાનું આયોજન, સંગીત પ્રેમીઓ મંત્રમુગ્ધ થયા...

“સંગીત એ આશીર્વાદ છે, સંગીત ઉપચાર અને પ્રેમ છે,

New Update
અંકલેશ્વર : વિશ્વ સંગીત દિવસ નિમિત્તે JCI દ્વારા સંગીત સંધ્યાનું આયોજન, સંગીત પ્રેમીઓ મંત્રમુગ્ધ થયા...

"સંગીત એ આશીર્વાદ છે, સંગીત ઉપચાર અને પ્રેમ છે, તો સંગીત એ જીવન છે"ના આશય સાથે અંકલેશ્વર JCI દ્વારા ગતરોજ તા. 21 જૂનના રોજ વિશ્વ સંગીત દિવસ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જેસી ભવન ખાતે યોજાયેલ સંગીત સંધ્યામાં જેમર બેન્ડ દ્વારા પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતું,

Advertisment

ત્યારે જેસી ભવનમાં હાજર તમામ સંગીત પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ઉઠ્યા હતા. આ સાથે જ JCI અંકલેશ્વર દ્વારા સંગીતના ગુરુજનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન JCI અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી વિશાલ મોદી, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી શ્યામ શાહ, જેસી શીતલ જાની સહિત મોટી સંખ્યામાં JCIના સભ્યો તથા સંગીતના ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા.