અંકલેશ્વર : શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી, ભજન સંધ્યામાં સૌકોઈ ઝૂમી ઉઠ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.

New Update
અંકલેશ્વર : શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી, ભજન સંધ્યામાં સૌકોઈ ઝૂમી ઉઠ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.

ગતરોજ વિક્રમ સંવતની આસો સુદ પૂનમે શરદ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂનમના દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલે છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. શરદોત્સવ નિમિત્તે મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે, ત્યારે શરદ પૂર્ણિમા નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભજન સંધ્યામાં ગાયક વૃંદે ભજનોની રમઝટ બોલાવતા શરદ પૂર્ણિમાની ઉજવણીમાં હાજર સૌકોઈ ઝૂમી ઉઠ્યા હતા.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories