Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : આજની નારી દરેક ક્ષેત્રે "અવ્વલ", પરણિત મહિલાએ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતી પરણિતા વૈશાલી પટવર્ધને ગુજરાત સ્ટેટ લેવલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કરી સમગ્ર જીલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતી પરણિતા વૈશાલી પટવર્ધને ગુજરાત સ્ટેટ લેવલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કરી સમગ્ર જીલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

અંકલેશ્વર શહેરના અંદાડા ગામની રણછોડકૃપા સોસાયટીમાં રહેતા જાણીતા બોડી બિલ્ડર સારંગ પટવર્ધનની પત્ની વૈશાલી પટવર્ધને બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યારે વૈશાલી પટવર્ધન પતિ સાથે મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડીંગ સ્પર્ધા નિહાળવા ગઈ હતી, ત્યારે મહિલા સ્પર્ધકોને જોતા પોતે પણ બોડી બિલ્ડીંગમાં ઉતરવાનું મનોમન નક્કી કરી લીધું હતું. જોકે, બોડી બિલ્ડર પતિના માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ મેળવી વર્ષ 2019 અને 2020માં વડોદરા ખાતે યોજાયેલ સ્ટેટ લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લઈ પાંચમો ક્રમ હાંસલ કર્યો હતો. ગત રવિવારે અમદાવાદના વાસણા સ્થિત ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા આયોજિત મિસ્ટર એન્ડ મિસ ગુજરાત સ્પર્ધામાં ભાગ લઈ ત્રીજો ક્રમ હાંસલ કરી વૈશાલી પટવર્ધને ભરૂચ જીલ્લા સહીત પરીવારનું ગૌરવ વધાર્યું છે.

Next Story