/connect-gujarat/media/post_banners/70518e9f310b7647e10ca523804395bef31591488e1bc9a3adeccd7fce06a925.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પોલીસ મથકની વડોદરા રેન્જ આઈજી સંદીપસિંઘે મુલાકાત લઈ વાર્ષિક ઈન્સ્પેકશન સાથે પોલીસ તંત્રને ચૂંટણીલક્ષી જરૂરી સૂચનો અને ચર્ચા કરી હતી.
વડોદરા રેન્જ આઈજી અને ભરૂચ જિલ્લા પોલોસ વડાની કચેરી દ્વારા હાલ જિલ્લાના પોલીસ મથકોનું વાર્ષિક નિરીક્ષણ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંઘે અંકલેશ્વર શહેર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. ચૂંટણી ટાણે તેઓએ જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ પ્રોહીબિશનના ગુનાઓ ઉપર તવાઈની સૂચના આપી હતી. આ સાથે જ જિલ્લામાં અસામાજિક તત્વો ઉપર પણ ગાજ વરસાવવા જણાવ્યું હતું. રેન્જ આઈજીની મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.