અંકલેશ્વર નજીક આવેલાં ગડખોલની સાંઇ દર્શન સોસાયટીમાં મુખ્ય દરવાજા પાસે જ ગટર ઉભરાતી હોવાથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહયો છે...
તાજેતરમાં રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજાઇ હતી જેમાં ઉમેદવારોએ મતદારોને વિવિધ વાયદાઓ કર્યા હતાં પણ ચુંટણીઓ પુરી થયા બાદ મતદારોને ઉમેદવારોનો કડવો અનુભવ થઇ રહયો છે. અંકલેશ્વર નજીક આવેલાં ગડખોલની સાંઇ દર્શન સોસાયટીના રહીશોનું પણ કઇક આવું જ છે. ગ્રામ પંચાયતની ચુંટણી પહેલાં તેમની સોસાયટીમાં ગટરલાઇનનો પ્રશ્ન હલ કરી દેવામાં આવશે તેવા આશ્વાસનો આપવામાં આવ્યાં હતાં પણ આજે સોસાયટીની હાલત એ છે કે ચોમાસું હોય તેમ મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ છે.
સાંઇ દર્શન સોસાયટીના રહીશો કેટલાક સમયથી ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગટરનાં પાણી આખી સોસાયટીમાં ફરી વળ્યાં છે. ગંદા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફેલાય ચુકયો છે. સ્થાનિકોમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો પ્રતિ ભારે રોષ જોવા મળી રહયો છે. આવો સાંભળીએ સ્થાનિકો શું કહી રહયાં છે.