મહાત્મા મંદિર ખાતે નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજાયો
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 4,474 ઉમેદવારોની ભરતી
CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા વિશેષ ઉપસ્થિત
ગુજરાત પ્રશાસનમાં નવી ઊર્જાનો સંચાર થશે : મુખ્યમંત્રી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નિમણુંક પત્ર એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોનો નિમણુંક પત્ર એનાયત સમારોહ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોની અધ્યક્ષતામાં 4,474 ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 16થી વધુ કેડરમાં ભરતીનું આયોજન હાથ ધરાયું છે. જેમાં જુનિ. ક્લાર્ક વર્ગ-3’ના 2,828 ઉમેદવાર, સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 અને 2’ના 92 ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરાયા હતા. આ સાથે જ સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ-૩, સિનિ. ક્લાર્ક વર્ગ-૩, હેડ ક્લાર્ક વર્ગ-3, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩, ગૃહપતિ, ડેપો મેનેજર, આસિ. ડેપો મેનેજર, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩, હિસાબી વર્ગ-૩, પેટા હિસાબનીશ વર્ગ-૩ અને સર્વેયર કેડરનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ ભરતીના કારણે ગુજરાત પ્રશાસનમાં નવી ઊર્જાનો સંચાર થવા જઈ રહ્યો છે.