Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : શામળાજી હાઇવે પર ચાલુ કારમાં આગ ભભૂકી, સુનોખ નજીક લાકડા ભરેલી ટ્રક આગની જ્વાળામાં લપેટાઈ

અરવલ્લી જિલ્લાના શામળાજી હાઇવે પર બે અલગ અલગ બનાવમાં કાર અને ટ્રકમાં આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા.

X

અરવલ્લી જિલ્લાના શામળાજી હાઇવે પર બે અલગ અલગ બનાવમાં કાર અને ટ્રકમાં આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા.

આજકાલ અસહ્ય ગરમીના કારણે વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની સંભાવના વધુ રહેલી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં 12 કલાકમાં 2 વાહનમાં આગ લાગવાની અલગ અલગ ઘટના સામે આવી છે. જેમાં ગતરાત્રીએ મોડાસાના રાજેન્દ્રનગર પાસે શામળાજી નેશનલ હાઇવે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારમાં અચાનક ધુમાડા નીકળતા 3 લોકો બહાર દોડી આવ્યા હતા, જેથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી, જ્યારે બીજી ઘટનામાં સવારના સમયે અરવલ્લીના હિંમતનગર-શામળાજી હાઇવે પર સુનોખ પાસે લાકડા ભરેલ ટ્રકમાં આગ લાગી હતી. આ ટ્રકમાં ડીઝલ ટેન્ક ફાટવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આગ લાગવાના બન્ને બનાવમાં મોડાસા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Next Story