Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: માલપુરના ચોરીવાડમાં વીજ તપાસમાં ગયેલ કર્મચારી પર હુમલો,પોલીસે શરૂ કરી તપાસ

માલપુરની યુજીવીસીએલની ટીમ વીજ ચેકિંગમાં ગઈ હતી એ દરમ્યાન વીજકર્મી પર ચોરીવાડ વિસ્તારમાં હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાય છે

X

અરવલ્લીના માલપુરની યુજીવીસીએલની ટીમ વીજ ચેકિંગમાં ગઈ હતી એ દરમ્યાન વીજકર્મી પર ચોરીવાડ વિસ્તારમાં હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાય છે

અરવલ્લીના માલપુરની યુજીવીસીએલ પેટા વિભાગ કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા મયંક કુમાર પટેલ વિભાગીય કચેરી મોડાસાની સૂચનાથી માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં લાઈનમેન રમેશભાઈ પટેલ અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ગુણવંતભાઈ ખાંટ અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ નાનજીભાઈ મસાર તેમજ ડ્રાઇવર નિકેશભાઈ ખાંટ વીજ ચેકિંગ માટે માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ગાડી નંબર જીજે 31 ટી 6482 લઈને નીકળ્યા હતા. વીજ કંપનીની આ ટીમ તાલુકાના ચોરીવાડમાં રહેતા પ્રવિણભાઈ સોલંકીએ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ઘરનું લાઈટ બિલ બાકી હોવાથી વીજ કંપનીની ટીમ ત્યાં પહોંચી હતી.જ્યાં ચોરીવાડમાં તેમની ઘર પાસે આવેલ પંચાયતના વોટર વર્કસના કનેક્શનમાંથી તેઓ વીજ ચોરી કરી ઘર વપરાશ કરતા હોઇ અચાનક વીજકર્મીઓએ ચેકિંગ કરતાં તેમના ઘરની ચોપાડમાં પંખો ફરતો હતો. તે દરમિયાન તેમનો પુત્ર આવી જતાં તેને વીજ થંભ ઉપરથી વાયર નીચે ફેંકી દીધું હતું. દરમિયાન મહિલા આવીને જુનિયર એન્જિનિયરની ફેંટ પકડી મીટરને અડકવાનું નહીં તેમ કહી અપશબ્દો બોલી જુનિયર એન્જિનિયરને શરીરે ગડદાપાટુનો માર મારી દરમિયાન મહિલાનો પતિ દોડી આવીને જુનિયર એન્જિનિયરને ડાબા પગે લાકડી મારતાં બૂમાબૂમ કરતાં અન્ય વીજ કર્મીઓ પણ દોડી આવ્યા હતા.દરમિયાન છુટા પથ્થરો ફેંકીને વીજકર્મીને જાનથી મારી નાખવાની ધમકી અપાતા મયંકકુમાર કનુભાઈ પટેલ રહે. માલપુર મૂળ રહે. વિનાયક નગર સોસાયટી ભૂરાવાવ ગોધરા જિ.પંચમહાલે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

Next Story