અરવલ્લી: AAP ની 50 બેઠક જીતવાના દાવા પર ભાજપના યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટનું નિવેદન, "શેખચલ્લીના સપના ખુલ્લી આંખે જુએ છે"

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલમાં જો યોજાય તો 50 બેઠકો જીતવાનો દાવો કર્યો છે

New Update
અરવલ્લી: AAP ની 50 બેઠક જીતવાના દાવા પર ભાજપના યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટનું નિવેદન, "શેખચલ્લીના સપના ખુલ્લી આંખે જુએ છે"

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલમાં જો યોજાય તો 50 બેઠકો જીતવાનો દાવો કર્યો છે જે બાબતે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટે નિવેદન આપતા જણાવ્યુ હતું કે આપ શેખચલ્લીના સપના ખુલ્લી આંખે જુએ છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટે આપ પાર્ટીના દાવાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, લોકો બંધ આંખે સપના જુએ છે, પણ આપ પાર્ટી ખુલી આંખે સપના જોઇને શેખચલ્લીની વાતો કરે છે.182 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને આપ પાર્ટીની ડિપોઝિટ પણ જપ્ત થશે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ મોટો દાવો કર્યો હતો કે,અત્યારે ચૂંટણી યોજાય તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં 50થી વધારે બેઠક જીતી શકે છે. ગોપાલ ઇટાલિયાના આ દાવા પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના નેતાએ જવાબ આપ્યો