/connect-gujarat/media/post_banners/321c752caf859d57ee0b725b3edcf21f94f7e74a150750a334784b4e9ee2f670.jpg)
મોડાસા નગરપાલિકામાં સ્માર્ટ મીટરની ચર્ચાઓ
સ્માર્ટ મીટર માટે લોકોને જાગૃત કરવા કોર્પોરેટરની માંગ
સ્માર્ટ મીટરથી વીજબીલ મોંઘું થવાની આશંકા
વીજ વિભાગ દ્વારા અંડરગ્રાઉંડ કેબલનું કાર્ય શરૂ
સ્માર્ટ મીટરને લઈને નગરજનોમાં કચકચ
રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં પણ સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયા પર અવનવા મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. મોડાસા નગરપાલિકામાં પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મોડાસા નગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરે સ્માર્ટ મીટરને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
સાથે જ આગામી દિવસોમાં કલેકટરને રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું. AIMIM ના કોર્પોરેટરે જણાવ્યું કે સ્માર્ટ મીટરને લઈને હજુ લોકોમાં અસમંજસ છે ત્યારે સ્માર્ટ મીટર લાવતા પહેલા અવેરનેસના કાર્યક્રમો તેમજ સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે તે અંગે લોકોને વાકેફ કરવા જરૂરી છે. તેમણે જુના મીટર કરતા સ્માર્ટ મીટરથી બીલનું ભારણ વધશે તેવી શંકા સાથે સવાલો ઉત્પન્ન કર્યા હતા.
તો બીજી બાજુ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠે જણાવ્યું કે સ્માર્ટ મીટર આવશે જો કે હજુ સમય લાગશે. હાલમાં મોડાસા શહેરમાં વીજ વિભાગના અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં મોડાસામાં સ્માર્ટ મીટર આવશે, તે વાત ચોક્કસ છે, પણ સ્માર્ટ મીટરથી ગ્રાહકોના ખીસ્સા પર ભારણ વધશે કે પછી નગરજનોને રાહત થશે તે તો સમય જ બતાવશે.