Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: જો તમારી પાસે ટ્રાફિક નિયમોના ભંગનો મેમો આવ્યો છે તો તાકીદે ભરી દેજો,નહીં તો આ કાર્યવાહી થશે

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફટકારાયેલ મેમોનો દંડ નહીં ભરનાર વાહન ચાલકો સામે કાયદાનો સકંજો કસવામાં આવશે.

X

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફટકારાયેલ મેમોનો દંડ નહીં ભરનાર વાહન ચાલકો સામે કાયદાનો સકંજો કસવામાં આવશે. મેમો નહીં ભરનાર વાહન ચાલકને બ્લેક લિસ્ટ કરવા સહિતના પગલા ભરાશે

અરવલ્લી જિલ્લામાં મેમો નહીં ભરનાર વાહન ચાલકને બ્લેક લિસ્ટ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ શાખા દ્વારા સોળ હજાર મેમો વાહન ચાલકોને ઇશ્યુ કરવામાં આવ્યા છે.મોડાસા શહેરમાં ટ્રાફિક નિયમન, ત્રણ સવારી તેમજ ચાલુ વાહને મોબાઈલ પર ફોન પર વાત કરવા સહિત અલગ અલગ પ્રકારે મેમો આપવામાં આવ્યા હતા.સોળ હજાર વાહનોમાંથી ત્રણસો જેટલા વાહન ચાલકોએ વારંવાર પોલિસના કેમેરામાં કેદ થતાં આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી પોલિસે હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.આ સાથે જ જે વાહન ચાલકો દંડ ન ભરતા હોય તેવા વાહન ચાલકોને બ્લેક લિસ્ટમાં મુકી તેમના લાયસન્સ રદ્દ કરવા સહિતની કાર્યવાહી પણ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે જિલ્લા વાસીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

Next Story