Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પોલિસ વિભાગ સતર્ક, જુઓ કેવા નિયમોનું કરાવશે પાલન..!

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને પોલિસ વિભાગ સતર્ક થયું છે. જેમાં અગાશી પર ભેગા થતાં ટોળાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

X

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને પોલિસ વિભાગ સતર્ક થયું છે. જેમાં અગાશી પર ભેગા થતાં ટોળાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, મોઢે માસ્ક સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું છે. જોકે, દિન પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હવે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કડક અમલવારી પણ શરૂ કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ પણ સતર્ક થઇ છે.

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે લોકો સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ ન થાય તે માટે પોલિસ તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. જેમાં અગાશી, જાહેર સ્થળો અથવા ખુલ્લી જગ્યાએ ટોળા વળીને પતંગ નહીં ચગાવવા, બહારની વ્યક્તિઓને સોસાયટીમાં નહીં બોલાવવા અને ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉત્તરાયણનો પર્વ પરિવારના સભ્યો સાથે સાદગીપૂર્વક રીતે ઉજવણી કરવા પોલિસ વિભાગે જિલ્લાવાસીઓને અપીલ કરી છે.

Next Story