અરવલ્લી: મોડાસા નજીક પેપરમીલમાં ભીષણ આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસાના કબોલા પાસેની ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ
અરવલ્લી જિલ્લાના મોડાસાના કબોલા પાસેની ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ
ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા
ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે