Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : આઝાદીના 75 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ગ્રામ પંચાયતથી દિલ્હી સુધી યોજાશે “માટી યાત્રા”

કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા. 9થી 15 ઓગસ્ટ સુધી “મેરી માટી-મેરા દેશ” અને “વીરો કો વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,

X

આઝાદીના 75 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે “મેરી માટી-મેરા દેશ” અને “વીરો કો વંદન” કાર્યક્રમના આયોજન અર્થે અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા. 9થી 15 ઓગસ્ટ સુધી “મેરી માટી-મેરા દેશ” અને “વીરો કો વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં પથ્થરની તકતીનું નિર્માણ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન, ગ્રામ પંચાયતથી દિલ્હી સુધી માટી યાત્રા સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાનાર છે. આઝાદીના 75 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરિકની અધ્યક્ષતામાં બેઠક આયોજિત કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ કાર્યક્રમમાં જિલ્લાની જનતાને જોડાવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.

Next Story