Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: વર્ષોથી બંધ રેલ્વે લાઇન શરૂ કરવામાં આવે એવી મુસાફરોની માંગ,કોંગ્રેસના આકરા પ્રહાર

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વર્ષોથી બંધ રેલવે ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે પણ રેલવેના ઇલેક્ટ્રિક નવીનીકરણના ટ્રાયલ પછી પણ શરૂ નહીં

X

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વર્ષોથી બંધ રેલવે ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે પણ રેલવેના ઇલેક્ટ્રિક નવીનીકરણના ટ્રાયલ પછી પણ શરૂ નહીં થતાં ડબલ એન્જિન સરકાર પર કોંગ્રેસ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાંથી વર્ષ 2014માં અરવલ્લી જિલ્લો અલગ થયો પણ તે પહેલા મોડાસા - નડિયાદ રેલવે સેવા 2003માં શરૂ થઈ હતી ત્યાર બાદ ફેબ્રુઆરી 2020થી સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે સંક્ર્મણ અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા મોડાસા -નડિયાદ રેલવે અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવી ત્યાર બાદ મોડાસા -નડિયાદ રેલવે લાઈન પર નવા ઇલેક્ટ્રિક ટ્રેકનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તે કામ પૂર્ણ પણ થયું અને ઇલેક્ટ્રિક ટ્રેનનુ ટ્રાયલ પણ કરવામાં આવ્યું છતાં આ કામને પૂરું થયાને 40 મહિના થયા છતાં હજુ સુધી રાબેતા મુજબ ટ્રેન શરૂ થઈ નથી રેલવે ટ્રેક પર 8 સ્ટોપેજ ફાળવવામાં આવ્યા છે પરંતુ રેલવે દોડતી નથી તેના લીધે સ્ટોપજ ખંડેર બન્યા છે રેલવે સ્ટેશન હવે ખંડેર બન્યું છે જ્યાં કોઈ કર્મચારી પણ નથી ત્યારે અરવલ્લી જિલ્લાની પ્રજામાં નિરાશા જોવા મળી છે અરવલ્લી જિલ્લાના લોકોની માંગ છે કે ટ્રેન ફરી શરૂ કરવામાં આવે

Next Story