અરવલ્લી: આકરા ઉનાળામાં પાણી ન મળતા લોકોએ તળાવમાં બેસી હવન કર્યો

અરવલ્લીમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે. ત્યારે અરવલ્લીમાં એક તરફ આકરા ઉનાળા વચ્ચે લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.

New Update

આકરા ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલ મેઘરજ તાલુકાના ગ્રામજનોએ તળાવમાં બેસી હવન કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો

અરવલ્લીમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે. ત્યારે અરવલ્લીમાં એક તરફ આકરા ઉનાળા વચ્ચે લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. મેઘરજના ભેમાપુર અને આસપાસના વિસ્તારોમાં પાણી સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. ભેમાપુર સહિતના લોકો દ્વારા પાણી માટે અનેક વખત વહીવટી તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આખરે કંટાળી ગ્રામજનોએ સરકારને જગાડવા અને પાણી પૂરુ પાડવા ગામના તળાવમાં બેસી હવન કર્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં તળાવો ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું જેમાં મેઘરજ તાલુકાના અમુક ગામો તળાવ ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે ત્યારે ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવે એવી માંગ કરાય છે.
Latest Stories