પાટણ-બાદરપુરામાં વીજ વાયરો તૂટી પડતાં ગ્રામજનોના જીવ પડિકે બંધાયા...
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. રાધનપુરના બાદરપુરા ગામે ગતરોજ રાત્રે ત્રાટકેલા વાવાઝોડાના કારણે દલિત વાસમાં કેટલાક વીજ વાયરો અને વીજ પોલ તૂટી પડ્યા હતા.