/connect-gujarat/media/post_banners/dad316df7049da02743da823fd40f3fc89ff1862acbd8c68df4e2144998d770f.jpg)
અરવલ્લી જિલ્લામાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
મળતી જાણકારી અનુસાર, મોડાસાના આલમપુર પાસે બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે કાર ટકરાતા આગ ફાટી નીકળી હતી. જેમાં હાલ તો એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. અકસ્માતને પગલે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.