અરવલ્લી: સરહદી ગામોમાં હડકાયેલા શ્વાનનો આતંક,7 લોકોને ભર્યા બચકા

ચોમાસાની સિઝન શરૂ થાય એટલે શ્વાનમાં હડકવા ઉપડવાનું શરૂ થાય છે ત્યારે અરવલ્લીના રેલ્લાવાડા પંથકમાં અલગ અલગ ગામના સાત લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા

New Update
Advertisment

ચોમાસાની સિઝન શરૂ થાય એટલે શ્વાનમાં હડકવા ઉપડવાનું શરૂ થાય છે ત્યારે અરવલ્લીના રેલ્લાવાડા પંથકમાં અલગ અલગ ગામના સાત લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા

Advertisment

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદે આવેલ રેલ્લાવાડા પંથકના ગેડ,તરકવાળા,રેલાવડા ,હિમ્મતપુર ,જાંપા તથા નારણપુર ગામના લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા છે. આ હડકાયા શ્વાનના આતંકથી આસપાસના ગામ ના લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો છે. ગામ લોકો આ શ્વાનને ઝડપી લેવા મથી રહ્યા છે પણ હજુ આ શ્વાન ઝડપાયું નથી. આ તરફ ઘાયલ થયેલ સાતેય ઇજાગ્રસ્તને ઇસરી સામુહિક આરોગ્યકેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન તંત્ર દ્વારા શ્વાનોને હડકવા વિરોધી રસી અપાય એ જરૂરી છે

Latest Stories