/connect-gujarat/media/post_banners/e631adcb7ef0403f48c5c31fd46d38b7c431103041580f6b073230900e637ce1.jpg)
અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા. જે પૈકી એક શ્રમિકનું મોત, જ્યારે 2 શ્રમિકને ગંભીર ઈજા પહોચી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લાના મોડાસાના માલપુર રોડ પર આવેલ ફોર સ્ક્વેર બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. સ્લેબ તૂટતા ચોથા માળ કામ કરી રહેલા કેટલાક શ્રમિકો નીચે પટકાયા હતા. જે પૈકી એક શ્રમિકનું મોત, જયારે 2 શ્રમિકને ગંભીર ઈજા પહોચી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ, કોઈપણ સેફ્ટી વગર ઊંચાઈ પર કામ કરતા બેદરકારીમાં આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ તથા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે એક શ્રમિકનું મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.