અરવલ્લી : માલપુરની વાત્રક નદીમાં ડૂબતા ત્રણ કિશોરના મોત, એકબીજાને બચાવવા જતાં ત્રણેય પાણીમાં ગરકાવ થયા

અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરીને તરવૈયાની મદદથી તાત્કાલિક કિશોરને બહાર કાઢવામાં આવ્યા હતા.

New Update
  • માલપુરની વાત્રક નદીમાં સર્જાઈ કરુણાંતિકા

  • ત્રણ કિશોરવયના મિત્રો નદીમાં ન્હાવા જતા ડૂબ્યા

  • એક ડૂબતા અન્ય બે પણ નદીમાં ગરકાવ થઈ ગયા

  • એક સાથે ત્રણેય મિત્રોએ લીધા અંતિમ શ્વાસ

  • પરિવારજનોમાં સર્જાયો માતમનો માહોલ 

અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરીને તરવૈયાની મદદથી તાત્કાલિક કિશોરને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણેય કિશોરના મોત નીપજ્યા હતા.

અરવલ્લીના માલપુરની વાત્રક નદીના જૂના પુલ પાસે ત્રણ કિશોર ડૂબ્યા હોવાનું જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. પાણીમાં ડૂબેલા કિશોર માલપુર કસબાના હોવાનું જાણવા મળ્યું હતું.નદીમાં ચીકણી માટી હોવાથી એક કિશોર ડૂબ્યો હતોજ્યારે તેને બચાવવા અન્ય બે કિશોર જતાં ત્રણેય કિશોરનો પાણીમાં ગરકાવ થતા મોત નિપજ્યા હતા.મૃતકોમાં રોનક સમજુભાઈ ફકીર ઉં.વ.12સુલતાન ઈમ્તિયાઝ દીવાન ઉં.વ. 14,શાહબાઝ સીરાઝ પઠાણ ઉં.વ.14નો સમાવેશ થાય છે.સર્જાયેલી ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાય ગયો હતો.

પોલીસ તંત્ર દ્વારા ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માલપુર સી.એસ.સી. સેન્ટર મોકલવામાં આવ્યા હતા.અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Latest Stories