-
હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો
-
ભિલોડા પંથકમાં કમોસમી વરસાદના કારણે થયું નુકશાન
-
માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો
-
વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો
-
માર્કેટિંગ યાર્ડમાં પૂરતી સાવચેતી ન રખાતા મોટું નુકશાન
અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં કમોસમી વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથો સંપૂર્ણપણે પલળી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારબાદ વાતાવરણમાં પણ અચાનક પલટો આવતો હોય છે. જેના કારણે આરોગ્ય અને ખેતીવાડીને વ્યાપક અસરો જોવા મળે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભિલોડામાં વહેલી સવારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતા. હવામાન વિભાગે આગાહી કરી હતી, તે મુજબ વરસાદે ખેતી અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
ભિલોડા માર્કેટ યાર્ડમાં વેપારીઓએ ખરીદેલા ઘઉં, મકાઈ અને સોયાબીનની બોરીઓ ખુલ્લામાં પડી હતી. જોકે, અચાનક શરૂ થયેલા વરસાદમાં આ તમામ બોરીઓ સંપૂર્ણપણે પલળી ગઈ છે. વેપારીઓએ ખરીદેલા લાખો રૂપિયાના અનાજને થયેલા નુકશાનથી તેમની સ્થિતિ કફોડી બની છે. અત્રે ઉલ્લખનીય છે કે, વરસાદની અસર ભિલોડા તાલુકામાં વ્યાપકપણે જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી છતાં માર્કેટ યાર્ડમાં પૂરતી સાવચેતી ન રખાતા વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.