Connect Gujarat
ગુજરાત

“તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી” કહી ગીર સોમનાથના ખેડૂતને વિધિના બહાને છેતરનાર મામા-ભાણેજની ધરપકડ...

ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામે ખેડૂતના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવાની વિધિના બહાને 2 ઠગ લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થયા હતા

X

ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામે ખેડૂતના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવાની વિધિના બહાને 2 ઠગ લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થયા હતા, ત્યારે આ મામલે પોલીસે આરોપી એવા મામા-ભાણેજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, થોડા દિવસો અગાઉ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડોદરા ગામે સુરસિંહ પ્રતાપ મોરી નામના ખેડૂતની વાડીએ એક પુરુષ અને એક સ્ત્રી આવ્યા હતા, જ્યાં ખેડૂત અને તેના પરિવારને કહ્યું હતું કે, તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી જેથી વિધિ કરવી પડે તેમ છે, તારે વિધિના બહાને ઘરનું તમામ સોનુ અને રોકડ રકમ ખુલ્લી મુકી તેના પર વિધિ કરી હતી. ત્યારબાદ ખેડૂત અને તેના પરિવારને પ્રસાદમાં કેફી દ્રવ્ય ભેળવી પાણી આપ્યું હતું. જે પ્રસાદ આરોગી જતાં થોડી જ ક્ષણોમાં ખેડૂત અને તેનો પરિવાર બેભાન થઈ ગયા હતા. આ દરમ્યાન બન્ને ઠગ સોનુ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે ખેડૂતો પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે કોડીનાર પોલીસે મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આરોપી એવા મામા-ભાણેજની હરમડિયા ગામ નજીકથી ધરપકડ કરી છે. આ બન્ને આરોપી પાસેથી પોલીસે અંદાજીત 7 તોલા સોનુ અને રૂપિયા 48 હજારની રોકડ રકમ રિકવર કરી છે. આ સાથે જ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, પુરુષ આરોપી છેલ્લા 4-5 વર્ષથી ભિક્ષા માંગવાના બહાને ખેડૂતની વાડી પર આવતો હતી, અને માત્ર એક રૂપિયો જ લેતો હતો. જે બાદ તેણે ખેડૂતનો વિશ્વાસ જીત્યો અને ત્યાબાદ પોતાની ભાણેજ મહિલાને માતાજી બનાવી ખેડૂત સામે લાવ્યો હતો, જ્યાં વિધિના બહાને ખેડૂત પરિવારને લૂંટી લીધો હોવાનું સામે આવ્યું છે.

Next Story