Connect Gujarat
ગુજરાત

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બનીને તૈયાર, માતાજીને ધરાવ્યાં બાદ માઈભક્તોને વિતરણ કરાયો...

અંબાજી મંદિરે મોહનથાળ પ્રસાદ અને ચીકી બન્ને ચાલુ રહેશે તેવો નિર્ણય સરકાર દ્વારા આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો,

X

અંબાજી મંદિરે મોહનથાળ પ્રસાદ અને ચીકી બન્ને ચાલુ રહેશે તેવો નિર્ણય સરકાર દ્વારા આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો, જ્યાં હિન્દુ રક્ષા સમિતિના સભ્યોએ મંદિરે આવનાર તમામ માઈભક્તોને મોહનથાળ પ્રસાદનું વિતરણ કરી સુખદ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે.

અંબાજી મંદિરમાં ચાલતો મોહનથાળ પ્રસાદનો વિવાદનો અંત આવ્યો છે. જેમાં 12 દિવસ બાદ સરકાર દ્વારા સુખદ નિર્ણય લેવામાં આવતા આવ્યો છે. સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં અંબાજી મંદિરમાં પ્રસાદ સ્વરૂપે મોહનથાળ પ્રસાદ અને ચીકી બન્ને ચાલુ રહેશે તેવો નિર્ણય જાહેર કરાતાં સમગ્ર દેશ દુનિયામાં વસતા માઈભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં મંદિર પરિસર “બોલ માડી અંબે... જય જય અંબે...”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ ભક્તોમાં ખુશીની લાગણી વર્તાય રહી છે, ત્યારે સરકાર દ્વારા નિર્ણય લેવાયા બાદ હિન્દુ રક્ષા સમિતિના સભ્યો 51 શક્તિપીઠ સર્કલ નજીક મોટી સંખ્યામાં ભેગા થઈ ડીજેના તાલે ઝૂમતા ઝૂમતા અંબાજી મંદિરે પહોંચ્યા હતા. તો સાથે જ મોહનથાળનો પ્રસાદ લઈ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મોહનથાળ પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો.

Next Story