સાબરકાંઠા: પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળીનું બિયારણ નકલી નીકળતા ખેડૂતો રાત પાણીએ રોયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે.
પ્રાંતિજ ના અમીનપુર ખાતે રહેતા ખેડૂતો દ્રારા ચોમાસુ મગફળી ની ખેતી ને લઈ ને હિંમતનગર ખેડ તસીયારોડ ઉપર આવેલ ફાર્મકાર્ટ સીડ્સ દુકાન માંથી આઠ ખેડૂતોએ ભેગા થઈ ને એકજ દિવસે એકજ ખેડૂત પટેલ ભરત શંકરભાઇ ના નામે એક જ બીલમા તારીખ 31-05-2024 ના રોજ ક્રાંતિ પીનટ ૨૦ કિલોની ૧૩૬ બેગ જેમાં એક બેગની કિંમત રૂપિયા   ૨૬૦૦ લેખે તેની કુલ કિંમત 3 લાખ 53 હજાર 600 ની ઓનલાઈન તથા ચેક અને રોકડા ચુકવીને ખરીદી કરી હતી. કુલ 72 વીઘા જમીનમાં તારીખ 06-06-2024 થી તારીખ 16-06-2024 સુધીમાં વાવેતર કર્યું હતું.જોકે 15 દિવસ બાદ પણ મગફળી નો ગ્રોથ ન થતા અને ખેતરમાં ચાર પાંચ ફૂટના ગાળે છુટક છુટક છોડ દેખાવા લાગ્યા હતા અને દવા ખાતર નાખ્યા બાદ પણ સમય થતા તેમાં કોઇ વિકાસ નો ફરક પડ્યો નહોતો.

ખેડુતો દ્વારા બિયારણ જ્યાંથી ખરીદી કરેલ તે દુકાન ફાર્મકાર્ટ સીડ્સ ના વેપારીને જાણ કરી હતી.અને વેપારી ધવલ પટેલ ખેતરમાં તપાસ કરીને ખેડૂતને સંતોષકારક જવાબ આપ્યો નહોતો.અને ખેડૂતને તમારે જે થાય તે કરી લો મારૂ કોઈ કાંઈ નહીં બગાડી શકે તેવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ત્યારે હાલ તો ખેડૂતોને બિયારણ ,ખેડ ,દવા ,ખાતર મજૂરી સહિત નો ખર્ચ માથે પડયો છે અને અંદાજે એક ખેડૂત ને એક વિઘે રૂપિયા ૩૫,૦૦૦ થી વધુ નુ નુકસાન એટલે કે ૭૨ વિધામાં  આઠેય ખેડૂતો ને કુલ રૂપિયા ૨૪ લાખ થી વધુ નુ નુકસાન થયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ખેડૂતોને નકલી બિયારણ પધરાવનાર વેપારી સામે ખેડૂતોએ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.
Latest Stories