Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મેંદરડાના રાજેસર ગામે ચપ્પુની અણીએ સોની વેપારી પાસેથી રૂ. 81.70 લાખની લૂંટ, પોલીસ દોડતી થઈ.

રાજેસર ગામના સોની વેપારીને તેમના ઘરે બંધક બનાવી ચપ્પુની અણીએ રૂ. 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા

X

મેંદરડા તાલુકાના રાજેસર ગામમાં બન્યો લૂંટનો બનાવ

સોની વેપારીને તેમના મકાને લૂંટારુઓએ બનાવ્યા બંધક

ચપ્પુની અણીએ લાખોના મત્તાની લૂંટ બાદ લૂંટારુ ફરાર

રૂ. 81.70 લાખની લૂંટ થતાં જિલ્લા પોલીસ દોડતી થઈ

લૂંટારુઓનું પગેરું મેળવવા પોલીસ દ્વારા કવાયત શરૂ

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામના સોની વેપારીને તેમના ઘરે બંધક બનાવી ચપ્પુની અણીએ રૂ. 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામના વતની અને સોના-ચાંદીનો વ્યવસાય કરતા જીતેન્દ્ર વ્રજલાલ લોઢીયા પોતાના ઘરે ટીવી જોતા હતા. તે દરમ્યાન તેમના પરિચિત અને સોનિ કામનો વ્યવસાય કરતા દિપક જોગીયા આવ્યા હતા, અને પરિચિત હોવાના નાતે બન્ને સાથે ચા પી વાતો કરતા હતા.

તે દરમ્યાન જીતેન્દ્ર લોઢીયા પાણી પીવા રસોડામાં ગયા, ત્યારે દિપક જોગીયા અને 2 અજાણ્યા શખ્સોએ હુમલો કરી ચપ્પુની અણીએ 8 નંગ સોનાના બિસ્કિટ તેમજ 21 કિલો ચાંદી અને 9 લાખ રૂપિયા રોકડા મળી કુલ 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી જીતેન્દ્ર લોઢીયાને ટુવાલ વડે બંધક બનાવી નાસી છૂટ્યા હતા. આ બનાવની મેંદરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અને બનાવની ગંભીરતાને ધ્યાને જિલ્લા પોલીસ વડા દ્વારા નાકાબંધી કરી તેમજ જિલ્લાની એલસીબી અને એસઓજી દ્વારા ટીમો બનાવી લૂંટ ચલાવનાર લૂંટારુઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

Next Story