બનાસકાંઠા : વિદ્યાર્થીઓમાં વધતો હાથ પર કાપા મારવાનો જોખમી ટ્રેન્ડ, મોટા મુંજીયાસર બાદ ડિસામાં પણ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણજગત ચિંતિત

મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં સર્જાયેલી ઘટના બાદ હવે ડીસાની શાળામાં પણ વિદ્યાર્થીઓએ હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.

New Update
  • વિદ્યાર્થીઓમાં હાથ પર કાપા મારવાની ચિંતાજનક ઘટના

  • બગસરા બાદ ડીસામાંથી ઘટના પ્રકાશમાં આવી

  • વિદ્યાર્થીઓની કરતૂતથી શિક્ષણજગત બન્યું ચિંતિત

  • ડીસા શાળાના પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ

  • શાળામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરાયુ

Advertisment

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં સર્જાયેલી ઘટના બાદ હવે ડીસાની શાળામાં પણ વિદ્યાર્થીઓએ હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

બનાસકાંઠાનાં ડીસા તાલુકાની એક શાળામાં ધોરણ 6થી 8ના કેટલાક વિદ્યાર્થીઓ પોતાના હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા શાળા દ્વારા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓએ વિદ્યાર્થીઓના પરિવારજનોનો સંપર્ક કરી વાતચીત કરી હતી.આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં વિડીયો ગેમના લીધે નહીં પરંતુ બાળકોએ દેખાદેખીમાં ધારદાર વસ્તુના કાપા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટના બાદ બાળકો અને વાલીઓને મોબાઇલ ગેમ્સના લીધે બાળકો પર કેવી હિંસક માનસિક અસર પડે છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર થતી આડ અસરો વિશે જાગૃતતા માટે એક કાર્યક્રમ થકી માહિતી આપવામાં આવી હતી.અને કોઈ તકલીફ હોય તો હેલ્પલાઇન પર કોલ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.

Advertisment
Latest Stories