Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : કોરોના કાળના બે વર્ષ બાદ દરગાહ ખાતે મુસ્લિમબિરાદરોએ ઈદુલફીત્રની નમાજ અદા કરી

મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમજાન ઈદ, એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી

X

બનાસકાંઠાના થરાદ ખાતે રમજાન માસ પૂર્ણ થયા બાદ ઇદના દિવસે મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી કોરોનાની મહામારીને લઈને બે વર્ષ બાદ ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદુલફીત્રની નમાજ અદા કરી હતી.

મુસ્લિમ સમાજનો પવિત્ર ગણાતો રમજાન માસમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો આખો મહિનો રોઝા રાખી અલ્લાહ પાસે દુઆ માંગે છે.રમજાન માસ પૂર્ણ થયા બાદ ચાંદ ઉપર ઇદ તહેવાર નક્કી કરી ઇદ તહેવારનો ઉત્સવ મનાવવામાં આવે છે.આજરોજ બનાસકાંઠાના થરાદ ખાતે ઇદના વહેલી સવારે તમામ મુસ્લિમ બિરાદરો દરગાહ ખાતે એકઠા થઇ ખુદા પાસે દુઆ કરી નમાજ અદા કરી હતી.નમાજ બાદ તમામ બિરાદરો એકબીજાને ગળે ભેટી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર દેશની પ્રજાને કોઈપણ વિકટ પરિસ્થિતિઓમાંથી માલિક બચાવે તેવી ખુદા પાસે દુઆઓ કરી હતી. દરગાહના મોહમદ સાહબ યુસુફ મોલાનાએ ઈદની શુભેચ્છા પાઠવી અને જણાવ્યું હતું કે, ઇદના પવિત્ર દિવસે ગરીબ પરિવારોને આર્થિક મદદ કરવી જોઈએ.રમજાન માસમાં રાખેલા રોઝાનું અનેરું પુણ્ય મળે જેથી મુસ્લિમ બિરાદરોએ સેવાનું કાર્ય કરવું જોઇએ.

Next Story