બનાસકાંઠા : યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનમાં રોષ, મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર, આરોપીની ધરપકડ માટે કરાય માંગ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અસ્માપુરા ગામે 21 ઓક્ટોબરે સામાન્ય બાબતમાં જીગર વાઘેલા નામના યુવકને હુમલાખોરોએ માથામાં લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર  ઈજાઓ પહોંચાડી હતી.

New Update

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અસ્માપુરા ગામે 21 ઓક્ટોબરે સામાન્ય બાબતમાં જીગર વાઘેલા નામના યુવકને હુમલાખોરોએ માથામાં લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર  ઈજાઓ પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,જે ઘટનામાં હિન્દુ સંગઠનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,અને આરોપીની ધરપકડ માટેની ઉગ્ર માંગ કરી હતી.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અસ્માપુરા ગામમાં 21 ઓક્ટોબરે સામાન્ય બાબતમાં જીગર વાઘેલા નામના યુવકને માથામાં લોખંડની પાઇપ મારીને ગંભીર  ઈજાઓ પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,જોકે 10 દિવસની ધનિષ્ટ સારવાર બાદ જીગર વાઘેલાએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા,જે ઘટનાને પરિણામે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો,અને સિવિલ હોસ્પિટલ પર પહોંચીને તાત્કાલિક આરોપીની ધરપકડની માંગ કરી હતી,અને સિવિલ હોસ્પિટલમાંથી જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

ઘટનાની ગંભીરતા પારખીને પાલનપુરના નાયબ પોલીસ અધિક્ષક તેમજ તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પર દોડી આવ્યો હતો,અને રોષે ભરાયેલા હિન્દુ સંગઠનો મૃતકના પરિવરજનો અને ઠાકોર સમાજના લોકો સાથે વાતચીત કરી હતી,જોકે રોષે ભરાયેલા લોકોએ આક્રોશ પૂર્વક તમામ આરોપોની ધરપકડની માંગ કરી હતી.ઘટનાને પગલે ખુદ ધારાસભ્ય અનિકેત ઠાકર પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

પાલનપુરના અસ્માપુરાના જીગર વાઘેલાના મોતને મામલે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા,તેમજ હિન્દુ સંગઠને પણ પાલનપુર સિવિલ ખાતે પહોંચ્યા હતા. ત્યારે પોલીસે આ સમગ્ર મામલાને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અને તમામ મામલે સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા.જો કે આ મામલાને લઈને નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે અત્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને લોકોની માંગણી છે તેને લઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.જ્યારે હિન્દુ સંગઠન અને ઠાકોર સમાજના લોકોએ અન્ય આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેમજ બેજવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી.આ ઘટનામાં પોલીસ દ્વારા હિન્દૂ સંગઠન અને ઠાકોર સમાજના લોકોને વહેલીતકે આરોપીઓની ધરપકડ કરીને કડક સજા કરવાની તેમજ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો,અને જીગર વાઘેલાનો મૃતદેહ સ્વીકરવામાં આવતા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Latest Stories