/connect-gujarat/media/post_banners/648687ba837df62052f9db0da08f3cb3676bfa44a565f2e84ec919d57de3c499.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી ઓગષ્ટના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે 23મા સાંસ્કૃતિક વન "સ્મૃતિ વન"નું લોકાર્પણ કરશે, ત્યારે આવું જ એક નંદન વન છે બનાસકાંઠા જિલ્લાના અંબાજીનું 'માંગલ્ય વન'... તો આવો જોઈએ, શું છે માંગલ્ય વનની વિશેષતા…
રાજ્યકક્ષાનો વન મહોત્સવ પાટનગરની બહાર યોજવાનો નવતર અભિગમ અપનાવી 56માં વન મહોત્સવ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં 'માંગલ્ય વન'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંબાજી ભારતના પવિત્ર, ઐતિહાસિક ધાર્મિક અને 64 શક્તિપીઠો પૈકીનું એક હોવાથી આ વનનું અનેરું મહત્વ છે. વર્ષ 2005માં નિર્માણ પામેલું આ સંસ્કૃતિક વન 3.5 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. નવપરણિત 501 નવયુગલો દ્વારા અહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રંગબેરંગી રોપાઓ અને ફૂલો દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓમ આકારની 'ઓમ વાટિકા' અને લાકડાનો 'ગાર્ડન બ્રીજ' આ સ્થળના અનેરા આકર્ષણના કેન્દ્ર છે. આ ઉપરાંત અહી ધાર્મિક મહત્વ ધરાવતા નક્ષત્ર વન, રાશિ વન અને નવગ્રહ વન જેવી વૃક્ષવાટીકાઓ પણ બનાવવામાં આવી છે.