બનાસકાંઠા : વિકાસ ભારત સપ્તાહની ઉજવણી અંતર્ગત આઇકોનિક સ્થળ નડાબેટ ખાતેથી વિકાસ પદયાત્રા યોજાય

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી

New Update

બનાસકાંઠા જીલ્લામાં વિકાસ ભારત સપ્તાહની ઉજવણી

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પદયાત્રાનું આયોજન

આઇકોનિક સ્થળ નડાબેટ ખાતેથી પદયાત્રા યોજાય

નડેશ્વરી માતાના મંદિરથી સીમા દર્શન સુધીની પદયાત્રા

વૈશ્વિક વિકાસ યાત્રાની સફળ ગાથામાં નાગરિકો જોડાયા

બનાસકાંઠા જીલ્લામાં વિકાસ ભારત સપ્તાહની ઉજવણી અંતર્ગત આઇકોનિક સ્થળ નડાબેટ ખાતેથી કલેક્ટરની અધ્યક્ષતામાં વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી.

તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-2001થી વર્ષ-2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-2024ની તા. 7થી તા. 15 દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણીનું આયોજન રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કરાયું છેત્યારે જિલ્લાના સુઈગામ તાલુકાના આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિકાસ પદયાત્રા નડેશ્વરી માતાજીના મંદિરથી શરૂ કરીને નડાબેટ સીમા દર્શન સુધી યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય સહીત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી થયેલા વિકાસ કાર્યોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.

આ વિકાસ પદયાત્રામાં સહભાગી થયેલ તમામ લોકો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતીઅને BSF જવાનો દ્વારા થતી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, BSF કમાન્ડર હિમાંશુ શર્માસુઈગામ પ્રાંત અધિકારીમામલતદાર, BSF જવાનો સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.

#Banaskantha #Narendra Modi #bjp gujarat #Banaskantha Collector #Nadabet #વિકાસ યાત્રા #વિકાસ ભારત સપ્તાહ
Here are a few more articles:
Read the Next Article