બનાસકાંઠા : બેંગ્લોર કમિશનરની અમીરગઢ પોલીસને રૂ. 50 હજાર ઇનામ આપવાની જાહેરાત, જુઓ કોને ઝડપી પાડ્યો..!

અમીરગઢ બોર્ડર રાજસ્થાન ગુજરાતની સંવેદનશીલ બોર્ડર છે, જ્યાંથી અનેકવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા શખ્સો સાથે બુટલેગરો પણ ઝડપાતા હોય છે

New Update
બનાસકાંઠા : બેંગ્લોર કમિશનરની અમીરગઢ પોલીસને રૂ. 50 હજાર ઇનામ આપવાની જાહેરાત, જુઓ કોને ઝડપી પાડ્યો..!

બનાસકાંઠા જિલ્લામાં માલિકની હત્યા કરી ફરાર થયેલા નોકરને અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યો છે. પોલીસે હત્યારા પાસેથી રૂપિયા 24.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેંગ્લોરમાં જૈન પરિવારમાં નોકર તરીકે રહેતા રાજસ્થાન પાલીના બીજારામ દુર્ગારામ દેવાસીએ ઘરના લોકો બહાર જતા ઘરમાં એકલા રહેલા બનાસકાંઠાના વૃદ્ધ માલિકની નિર્દયતા પૂર્વક હત્યા કરી હતી. જે બાદ નોકર ઘરમાંથી 8 લાખ 48 હજાર રોકડ રકમ સહિત 15 લાખ 35 હજાર મત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યો હતો, ત્યારે હત્યારા નોકરને અમીરગઢ બોર્ડર પર વાહન ચેકીંગ દરમ્યાન શંકાના આધારે પકડી કડક પૂછપરછ કરતા તેને ગુનાની કબુલાત આપી હતી.

અમીરગઢ પોલીસે લૂંટની રકમ સહિત આરોપી પાસેથી 24 લાખ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં આ આરોપી વિરુદ્ધ બેંગ્લોરના ચમરાજ પોલીસ મથકે 302 હેઠળ ગુનો પણ નોંધાયો છે. બનાસકાંઠા પોલીસે આરોપીને બેંગ્લોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, અમીરગઢ બોર્ડર રાજસ્થાન ગુજરાતની સંવેદનશીલ બોર્ડર છે, જ્યાંથી અનેકવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા શખ્સો સાથે બુટલેગરો પણ ઝડપાતા હોય છે, ત્યારે અમીરગઢ પોલીસને વધુ એક હત્યારા નોકરને ઝડપી લેવામાં સફળતા મળી છે, ત્યારે સરાહનીય કામગીરી બદલ બેંગ્લોર કમિશનરે અમીરગઢ પોલીસને 50 હજારનું પ્રોત્સાહન ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.

Latest Stories