બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં જાણે કુદરત કોપાયમાન થઇ હોય એવું લાગે છે. કારણે કે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, ભૂકંપના કારણે જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ સમાચાર નથી. વિગતવાર વાત કરીએ તો બનાસકાઠામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. સવારના પહોરમાં બનાસકાંઠાની ધરા ધ્રુજતા લોકો ફફડી ઉઠ્યા હતા. લોકોની ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે વહેલી સવારે બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બનાસકાંઠામાં આજે સવારે 6.29 વાગ્યા અનુભવાયા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ છે. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી બીજુ બનાસકાંઠા જિલ્લામાં આજ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.