/connect-gujarat/media/post_banners/522cb98ebe1adc09515c5490504f521ae37e4be1acf8e8c93f8b63053c1634e5.jpg)
બનાસકાંઠા જીલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બર તળેટી ખાતેના શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ મચી હતી. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના અંબાજીમાં ગબ્બર તળેટી પર આવેલા ગણેશ મંદિર નજીકના શોપિંગ સેન્ટરની 8 જેટલી દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ હાજર લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાની ઘટનામાં 8 જેટલી દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે, ત્યારે હાલ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું પણ પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે.